રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા પુત્રી નિધ્યાનાના જન્મદિવસની અનોખી રીતે સેવાયજ્ઞ

ઇંડિયન ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્રસિંહ જાડેજા અને તેમના પત્ની રિવાબા જાડેજા દ્વારા પુત્રી નિધ્યાનાના જન્મદિવસની અનોખી રીતે સેવાયજ્ઞ કરી ઉજવણી કરવામાં આવી હતી.

જામનગર શહેરના 5 જરૂરિયાતમંદ પરિવારની 5 પુત્રીઓનું પોસ્ટમાં બચત ખાતું ખોલાવી તેમના ખાતામાં પુત્રીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે રૂપિયા 10-10 હજારની સહાય રકમ જમા કરવામાં આવી હતી.

ઇંડિયન ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા અને પત્ની રિવાબા જાડેજાના પુત્રી નિધ્યાનાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. રવિન્દ્રસિંહ અને રિવાબા દ્વારા પુત્રી નિધ્યાનાના જન્મદિવસે જામનગર શહેરના જરૂરિયાતમંદ પરિવારની 5 પુત્રીઓને શહેરના પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવી આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *