સુરતમાં મહાનગર પાલિકાના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર અને બે સફાઈ કામદાર લાંચ લેતા એસીબી હાથે ઝડપાયા છે. કામદારોની રજા પાસ કરવા અને બદલી કરવા રૂપિયા 10,000ની લાંચ માંગતાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવતા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ધીરેન સોલંકી તથા સફાઇ કામદારો લાલજી જોગડીયા અને દિપક મકવાણાની ધરપકડ કરી છે. સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા એક મહિલા કર્મચારીએ તેઓના ઓળખીતા એવા ફરીયાદીને એવી રજુઆત કરેલ કે,આરોપી ધીરેન સોલંકી સુરત મહાનગરપાલિકામાં સફાઇ કામદારોનો વિસ્તાર બદલવા અને રજા પાસ કરવા માટે મહિને રૂપિયા પાંચ થી દસ હજાર રૂપિયા લે છે.