જામનગરના ઝાખર ખાતે 100 બેડના કોવીડ કેર સેન્ટરનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ

જામનગરના ઝાખર ખાતે 100 બેડના કોવીડ કેર સેન્ટરનું રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજયમાં કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા વધી જતાં હોસ્પિટલોમાં બેડ ખુટી પડયાં હતાં. આવા સંજોગોમાં હવે ઠેર ઠેર કોવીડ કેર સેન્ટર ખોલવામાં આવી રહયાં છે. જામનગરના ઝાખર ગામે નાયરા એનર્જી કંપનીએ 100 બેડના કોવીડ કેર સેન્ટરનું નિર્માણ કર્યું છે. જેનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર PSA પ્લાન્ટ થકી હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરી રહી છે. PSA પ્લાન્ટ થકી લિક્વિડ ઓક્સિજન પર નિર્ભર રહ્યા વગર સીધો હવામાંથી જ સકસન પ્રક્રિયા વડે મેડિકલ ઓક્સિજન બનાવી શકાય છે. આનાથી 300 ટન જેટલી ઓક્સિજન ક્ષમતા વધશે તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકારે રાજ્યમાં આવા 36 પ્લાન્ટ સ્થાપવાના શરૂ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *