વ્હોરા ફેડરેશન 77 ઓકિસજન કોન્સન્ટ્રેટર, આરોગ્યના સાધનોની ભેટ

ભરૂચમાં વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન 77 ઓકિસજન કોન્સન્ટ્રેટર સહિતના આરોગ્યના સાધનોની ભેટ આપવામાં આવશે. આ સંદર્ભમાં માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ભરૂચી વહોરા પટેલ સમાજને સંગઠિત, શિક્ષિત, સ્વાવલંબી અને સશક્ત સમાજ બનાવવાના આશયથી વર્ષ ૨૦૧૯માં આ ફેડરેશનની શરૂઆત કરાઈ હતી.
વર્ષે કોરોનાની મહામારી વખતે વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન દ્વારા રૂ.૧.૩૦ કરોડના ખર્ચે ૧૬,૫૦૦ ઉપરાંત જરૂરિયાતમદ પરિવારોને અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગને તેમજ જિલ્લામાં કાર્યરત કોવિડ સેન્ટરો તેમજ ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલોને સમયાંતરે બાયપેપ, ઓક્સિજન કોન્સન્ટેટર, પીપીઈ કીટ, ઓક્સિમીટર, કોરોનાના ઇલાજ સંલગ્ન દવાઓનું વિતરણ કરાયું હતું. ભરૂચ-વડોદરાના નામાંક્તિ તબીબોના માર્ગદર્શન હેઠળ કોરોનાના સંભવિત ત્રીજા ચરણની આગોતરા તૈયારીના ભાગરૂપે વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન સંલગ્ન યુ.કે. સ્થિત WUK તેમજ Al-Khair Foundation ના સહયોગથી પ્રાપ્ત કરેલ કુલ ૭૭ ઓક્સિજન કોન્સન્ટેટર મશીન ઉપલબ્ધ કરાવશે. જે પૈકી ૨૫ કોન્સન્ટેટર મશીન દિલ્હી ખાતે આપવામાં આવશે. ભરૂચમાં જંબુસર, વલણ, ટંકારીયા, વાગરા, મનુબર ખાતે ચાલી રહેલા કોવીડ કેર સેન્ટરમાં આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *