બાળકોને ઉધરસ અને શરદી માટે અપનાવો ઘરગથ્થુ ઉપચાર

બદલાતી સીઝનના કારણે નાના બાળકોને ઉધરસ-શરદી થવીએ સામાન્ય બાબત છે. તેમની પરેશાની જોઇ વાલીઓ પણ પરેશાનીમાં મુકાય છે. બાળકોને આ સમસ્યાથી બચાવવાની સારી રીત ઘરગથ્થુ ઉપચારને અપનાવવાનું છે. તો ચાલો જાણીએ ઉધરસ અને શરદીને દૂર કરવાના ઘરગથ્થુ ઉપચાર.
1.અજમાનું પાણી :
શરદીથી રાહત મેળવવા માટે નાના બાળકને બેથી ચાર ચમચી અજમાનું પાણી આપી દો. તેના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમાને સારી રીતે પકાવો. બાળકને દિવસમાં ત્રણથી ચાર વાર આપતા રહો.
2. હળદરનું દૂધ :
શરદીથી છુટકારો મેળવવા માટે દૂધમાં હળદર મિક્સ કરીને પીવો. કાચી હળદરનો ઉપયોગ કરો છો તો તે વધુ સારું રહેશે.
3. સ્ટીમ અપાવો :
સ્ટીમ આપવાથી બાળકને શરદીથી પણ રાહત મળે છે. દિવસમાં ઓછામાં ઓછું સૂતી વખતે એકવાર બાળકને સ્ટીમ આપો.
4. ઉકાળો પીવો :
બાળકોને દિવસમાં ઓછામાં ઓછા બે વખત ઉકાળો આપવો જ જોઇએ. જો બાળક નાનું હોય તો, એકથી બે ચમચી ઉકાળો પીવા માટે આપો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *