મ્યુકોરમાઈકોસિસના રૂ. 314નું ઈન્જેક્શન રૂ 10,000માં વેચતા ચાર શખ્સ પકડાયા

કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં રેમડેસિવીર ઈન્જેક્શનની કાળાબજારીની જેમ ઘાતક મ્યુકોરમાઈકોસિસની સારવારમાં ઉપયોગી એમ્ફોટેરિસિન-બીના ઈન્જેકશનોની કાળાબજારી ચાલે છે. ત્યારે શહેર પોલીસ પણ કાળાબજારી રોકવા મેદાનમાં ઉતરી છે. શહેર ક્રાઈમ બ્રાન્ચે મ્યુકોરમાઈકોસિસની સારવારમાં ઉપયોગી ઈન્જેક્શનની કાળાબજારી કરતાં ચાર શખ્સોને નારણપુરાના અંકુર ચાર રસ્તા પાસે વોર્ચ ગોઠવી ઝડપી લઈ આઠ ઈન્જેક્શન સહિતનો 1,17,518નો મુદ્દામાલ જપ્ત કરવાની સાથે તપાસ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે નારણપુરાના અંકુર ચાર રસ્તા પાસે છટકું ગોઠવી ચાર શખ્સને અમ્ફોટેરિસીન-બીના આઠ ઈન્જેક્શન સાથે ઝડપી લીધા હતાં. તેમને ઈન્જેક્શન આપનાર હાર્દિકને ઝડપી લેવા પોલિસની વધુ તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *