ભીમપોરમાં આવેલી નીના એન્ટરપ્રાઇઝ કંપનીમાં અચાનક આગ

દમણના ભીમપોર સ્થિત સિલ્વર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી નીના એન્ટરપ્રાઇઝ કંપનીમાં અચાનક આગ લાગી હતી. આગ વધુ પ્રસરતા બાજુમાં આવેલી અરિહંત કંપની પણ ભડકે બળી હતી. એક તરફ તોઉ-તે વાવાઝોડુ અને બીજી તરફ દમણની બે કંપનીઓમાં આગ લાગતા સ્થાનિક લોકોમાં ભારે દોડધામ મચી હતી. આગની ભયાનકતા એટલી હતી કે આગને કાબુમાં લેવા માટે કલાકો સુધી જહેમત કરવી પડી હતી.વાવાઝોડાને લઈને નીના કંપનીમાં શોર્ટ સર્કિટ થતા લાગેલી આગે આજુબાજુમાં આવેલી કંપનીઓને ચપેટમાં લીધી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક દમણ ફાયર વિભાગને જાણ કરી હતી. કંપનીમાં આગનો બનાવ બનતા દમણના ડેપ્યુટી કલેકટર ચાર્મી પારેખ, એનડીઆરએફ અને પોલીસની ટીમ પહોંચી હતી. ભીમપોરના અગ્રણીઓ, કંપનીના સંચાલકો તેમજ સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *