મહારાષ્ટ્રમાં ગઈકાલે તાઉ-તે વાવાઝોડાંએ કેર વર્તાવ્યો હતો

મહારાષ્ટ્રમાં ગઈકાલે તાઉ-તે વાવાઝોડાંએ કેર વર્તાવ્યો હતો. જેને લીધે ભારે વરસાદની સાથે મુંબઈ સહિતના શહેરોમાં નુકસાન પણ થયું હતું. એવામાં મુંબઈના વિક્રોલી વિસ્તારમાં એક મોટું ઝાડ ધરાશાયી થઈ ગયું હતું. જેમાં એક મહિલાનો આબાદ બચાવ થયો હતો. ઝાડ ધરાશાયી થયું ત્યારે મહિલા રોડ પર પસાર થઇ રહી હતી. આ દરમિયાન મહિલા અચાનક જ રોડની સાઈડમાં દોડીને જતાં રહેતાં તે બચી ગઇ હતી. આ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં તાઉ-તે વાવાઝોડાંને લીધે ગઈકાલે ઘણાં વિસ્તારોમાં ઝાડ પડવાની સાથે અન્ય નુકશાન પણ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *