દેશમાં કોરોનાનાં કેસ સતત ઝડપથી વધી રહ્યા છે. રોજ કોઇને કોઇ નેતા-અભિનેતા અને જનતા પણ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. વળી ઉત્તરાખંડમાં કુંભ બાદથી કોરોનાનો કહેર ઝડપથી વધી રહ્યો છે. દરમિયાન, હરિદ્વાર સ્થિત પતંજલિ યોગપીઠમાં 83 લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનુ સામે આવી રહ્યુ છે.
પતંજલિ સંકુલમાં જ તમામ સંક્રિમતોને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા હોવાના કારણે હાહાકાર મચી ગયો છે. પતંજલિ યોગપીઠમાં હાજર અન્ય લોકોનો પણ હવે કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં બાબા રામદેવનો કોરોના ટેસ્ટ પણ થઈ શકે છે .
યોગ ગુરુ બાબા રામદેવની પતંજલિ યોગ પીઠમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઇ છે. પતંજલિમાં 83 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ લોકો બાબા રામદેવની ત્રણ જુદી જુદી સંસ્થાઓમાં મળ્યા છે. તેમાંથી 46 કોરોનાથી સંક્રમિત પતંજલિ યોગપીઠ, 28 યોગ ગ્રામ અને 9 કોરોનાથી સંક્રમિત આચાર્યકુલમમાં મળી આવ્યા છે.