ગુજરાતમાં ધોરણ 1થી 9 અને 11માં માસ પ્રમોશન અપાયું, ગ્રેડિંગ પ્રમાણે પરિણામ અપાશે

કોરોનાના કેસ વધતા ગુજરાત બોર્ડમાં ધોરણ 1 થી 9 અને 11માં માસ પ્રમોશન અપાયું છે. ધોરણ 1 અને 2મા મોટા ભાગે પરીક્ષા યોજાઈ નથી, ઓરલ પરીક્ષા અને હોમ વર્ક અપાયું એમાંથી ગ્રેડિંગ પ્રમાણે પરિણામ અપાશે.
ધોરણ 3 થી 8 સુધીના વિદ્યાર્થીઓની લેવાયેલી ઓનલાઇન પરીક્ષા તથા ઑફલાઈન પેપરને આધાર માર્ક્સ ગણી ગ્રેડ અપાશે. ગત વર્ષે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પાસ કરાયા હતા તેમ આ વર્ષે પણ ઓનલાઈન પ્રિલિમરી પરીક્ષાના આધારે પાસ કરાશે.
જ્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવાશે. માસ પ્રમોશન અપાશે તે વિદ્યાર્થીઓને પરિણામ અંગે જે સવાલ હશે એ અંગે પ્રાથમિક શિક્ષણ બોર્ડ અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ વિદ્યાર્થીઓને ગ્રેડ આપવામાં આવશે.
વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન શિક્ષણ ઓનલાઇન જ ચાલ્યું હતું. ત્યારે ઓનલાઇન પરીક્ષા યોજાઈ હતી જેનું પરિણામ તથા ચાલુ વર્ષ દરમિયાન સોંપવામાં આવેલી પ્રવૃત્તિઓ તથા અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓને આધારે માર્કસ આપવામાં આવ્યા છે.
કોઈ વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં નહી આવે પરંતુ ગ્રેડિંગ સિસ્ટમ પ્રમાણે પરિણામ આપવામાં આવશે. કોઈ પણ વિદ્યાર્થીને નાપાસ પણ કરવામાં આવશે નહિ.ધોરણ 10 અને 12 ની પરીક્ષા શિક્ષણ વિભાગ નક્કી કરે તે મુજબ લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *