ગુજરાતમાં હજુ પણ કોરોનાના કેસ વધશે, લોકો ગભરાવશો નહીં : CM રૂપાણીની અપીલ

ગુજરાતમાં કોરોના કાબૂ બહાર જતાં ચિંતા વધી રહી છે.જેને પગલે ગુજરાત હાઈકોર્ટે એ સરકારને લોકડાઉન કે કરફ્યૂ લાદવાનો આદેશ કર્યો. જે બાદ સીએમ વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં લોકડાઉનની વાતને સંબોધન કરી નિવેદન આપ્યું હતું. વિજય રૂપાણીએ કહ્યું કે, દેશ અને ગુજરાતમાં કોરોનાનાં કેસ કાબુ બહાર વધી રહ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ટોટલ કેસના ૬૦ ટકા કેસ જોવા મળે છે. અન્ય જિલ્લાઓમાં પણ કેસ વધ્યા છે. છેલ્લા ૧ વર્ષથી કોરોના સામે લડતાં આવ્યા છીએ. પણ તેનાથી ડરવાની જરૂર નથી. પણ સાવચેતી રાખવાની વધારે જરૂર છે. માટે વેક્સિનેશન વધાર્યું છે. જેથી ગુજરાતમાં રોજ ૪ લાખથી વધુ લોકોને રસી આપવામાં આવે છે. ૭૦ લાખ લોકોને રસી આપી દેવામાં આવી છે. ઝડપથી લોકોને વેક્સિન લગાવે તેમ વિનંતી કરું છું. ૯૮ ટકા લોકો માસ્ક પહેરવાને કારણે બચી જાય છે. માસ્ક વ્યવસ્થિત પહેરે તેવી લોકોને અપીલ છે.
કોરોનાનું સંક્રમણ ઓછામાં ઓછું થાય માટે ટેસ્ટિંગ વધાર્યું છે. આજે લગભગ ૧ લાખ ૨૦ હજાર સુધી રોજ ટેસ્ટિંગ કરી રહ્યા છે. પોઝિટિવ કેસ આવે તેનું ટ્રીટમેન્ટ વધારે થાય તેના માટે સરકારે ૧૦૪ની સુવિધા શરૂ કરી છે.
સુરતમાં ૮૦૦ બેડ કિડની હોસ્પિટલમાં વધારવામાં આવશે. નવા ૩૦૦ વેન્ટિલેટર સુરતને મળશે. ખાનગી હોસ્પિટલમાં પણ વેન્ટિલેટર આપવામાં આવશે. રેમડેસિવિર ઈન્જેક્શનના ૩ લાખ જથ્થાનો ઓર્ડર આપ્યો છે. ગુજરાતમાં ઝાયડ્‌સ કેડિલા કંપની પણ ઈન્જેક્શન આપે છે. સરકારી હોસ્પિટલમાં મફતમાં ઈન્જેક્શન આપવામાં આવશે. અને તેની અછત ન સર્જાઈ તેના માટે સરકારે પ્લાનિંગ કરી રાખ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *