દેવભૂમિ દ્વારકાના જગત મંદિરને વર્લ્ડ અમેઝિંગ પેલેસ પ્રમાણપત્ર એનાયત

દ્વારકાધીશ જગત મંદિર વિશ્વ વિખ્યાત છે. દ્વારકા મંદિર એ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા અંદાજિત ૨૨૦૦ વર્ષ જૂની વિરાસત છે અને સરકાર દ્વારા પણ દ્વારકાધીશ મંદિરને હેરિટેજ સીટીમાં સ્થાન આપ્યું છે.વર્લ્ડ કક્ષાએ પણ દ્વારકાની આગવી ઓળખ મળી છે. આજે યુ.એસ.એ (ન્યુ જર્સી)ની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિધ્ધ જગત મંદિરને વર્લ્ડ અમેઝિંગ પેલેસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર અને શારદાપીઠના બ્રહ્મચર્ય જીની ઉપસ્થિતિમાં આ પ્રમાણપત્ર એનાયત કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *