આઇશા ના પતિ ને પોલીસ રાજસ્થાન થી અમદાવાદ લાવી.

આઇશા ના પતિ ને  અમદાવાદ પોલીસ રાજસ્થાનના ઝાલોર  થી અમદાવાદ લાવી  છે. આઈશાએ આત્મહત્યા કરી ત્યારથી આરિફ  ઘર છોડી ને પાલીમાં તેની બહેનના ઘરે  ભાગી ગયો હતો. આઇશા ના પતિ જે કહ્યુ તેન થી પોલીસ પણ ચોંકી ઉઠી છે. તેન પતિ આરિફ ને આઇશા ના મોત નો કોઇ જ અફ્સોસ નથી . તેનુ વર્તન પણ ઘણુ ચોંકાવનારૂ છે. પોલીસે વટવાની આઈશા મકરાણી ના પતિ આરિફને લોકઅપમાં પૂછપરછ કરી હતી.તેની આંખ માં આંંસુ નુ એક  ટીંપુ પણ નહતુ. આઈશાના ગર્ભપાત  થયા  બાદથી જ બંને વચ્ચે ના સંંબંધ વણસ્યા હોવાની કબૂલાત કરી હતી.આજે પોલીસે  આરિફને મેટ્રો કોર્ટમાં રજૂ કરી નેે ૫ દિવસના રિમાન્ડ ની માંગણી કરી  હતી જેમાંંકોર્ટએ ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છેેે. પોલીસે આ રિમાન્ડમાં આરોપી ફોન કબજે કરી અન્ય લગ્નેતર સંબંધો અનેે દહેજ  અંંગે ની તપાસ  ની  માંગણી કરી  હતી.  ફરિયાદી આઈશા ના વકીલ ઝફરખાન પઠાણ  ના જણાવ્યા પ્રમાણે આપઘાત નાા૧૦ મિનિટ પહેલા આરોપી પતિ આરિફ સાથે બાળક અંગે વાત કરી હતી. આઈશા એક વર્ષથી પતિ આરિફ બાબુખાન ગફુરજી, તેનાં માતા-પિતા અને બહેન વિરુદ્ધ વટવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાથી પિતાના ઘરે જ રહેતી હતી. આરિફને આઈશા સાથેના લગ્ન પહેલા જ અન્ય યુવતી ગમતી હતી. પરંતુ આઈશા માત્ર આરિફને જ પ્રેમ કરતી હતી. લગ્ન સમયે આયેશાના પિતાએ બને એટલી તમામ વસ્તુઓ દીકરીને આપી હોવા છતા આરિફ અને તેનો પરિવારને માત્ર દહેજ  ની જ લાલચ હતી. આરિફ અને તેનો પરિવાર માત્ર લાલચમાં જ રહ્યો હતો.આરિફ અને તેનો પરિવાર માત્ર લાલચમાં જ રહ્યો હતો.આઈશા પોતાના ગરીબ પિતાનાં ઈજ્જત  અને માન  માટે સતત સંઘર્ષ કરતી રહી હતી. આરિફ હંમેશાં આઈશાને સ્પેરવ્હીલ કહેતો અનેે અન્ય બીજી યુવતી ને  પ્રેમ કરતો હોવાનુ કહેતો હતો. આઈશાની સામે જ અન્ય યુવતી સાથે વાત કરીને નફ્ફટાઈની તમામ હદ પાર કરી દીધી હતી આરિફ એકવાર પ્રેગ્નેેેેેનટ  આઈશાને અમદાવાદ મૂકી ગયો  અનેે દોઢ લાખ નહિ આપે તો આઈશાને  નહિ લઇ જવા જણાવ્યુ હતુ તેેેેેેથી  આઈશા ડિપ્રેશનમાં આવી ગઈ અને તેને બ્લીડિંગ  થતા તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ વધારે લોહી વહી જતાં તેનું ઓપરેશન કરવું પડ્યું હતુુ જેના પરિણામે બાળકનું ગર્ભમાં જ મરણ થયું હતું.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *