સુશાંત સિંહ રાજપુત કેસમાં રોજ એકપછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે.આ કેસમાં હવે એક નવો જ વળાંક આવ્યો છે. રિયા ચક્રવર્તી એ સુશાંત ની બહેન પ્રિયંકા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. મુંબઈ પોલીસે રિયાની ફરિયાદ બાદ હવે સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહ તથા દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડૉક્ટર તરુણ કુમાર સહિત અન્ય કેટલાંક લોકો વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં FIR નોંધી છે. આ FIR માં સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો અને છેતરપિંડી તથા ગુનાહિત ષડયંત્ર રચવાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
રિયા ચક્રવર્તીએ આ ફરિયાદ 8 જૂનના રોજની પ્રિયંકા અને સુશાંતની વ્હોટ્સએપ ચેટના આધારે નોંધાવી છે જેમાં પ્રિયંકાએ સુશાંતને દવાનું પ્રિસ્ક્રિપ્શન મોકલ્યું હતું. રિયા ચક્રવર્તીએ આરોપ લગાવ્યો છે કે તે કાગળ મળ્યા બાદ 5 દિવસ પછી સુશાંતનું મૃત્યુ થયું. રિયાના જણાવ્યા અનુસાર, સુશાંતે તેની બહેનને કહ્યું હતું કે તે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા નહીં લઇ શકે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પ્રિયંકાએ તે જ દિવસે ડો. રામમનોહર લોહિયાના અસોસિએટ પ્રોફેસર ડો. તરુણ કુમારનો કાગળ મોકલી દીધો.
રિયા ચક્રવર્તીના આ આક્ષેપો બાદ શ્વેતા સિંહે ટ્વીટ કરીને લખ્યું હતું કે, અમને કોઈ તોડી શકશે નહીં, આ ખોટી FIR પણ નહીં.