ડેપ્યુટી સીએમ નિતિન પટેલે ગુટખા-તમાકુનું સેવન કરનારાઓને આપ્યો મોટો ઝટકો

ગુજરાતના ડેપ્યૂટી CM નીતિન પટેલે દ્વારા આજે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં ગુટખા અને તમાકુ પર નો પ્રતિબંધ એક વર્ષ માટે લંબાયો છે.  નીતિન પટેલે જાહેરાત કરતા ગુટખા તમાકુનો નશો કરતાં લોકોને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતમાં ગુટખા, તમાકુનો પ્રતિબંધ મૂકાતા હવે તેનું વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર પણ પ્રતિબંધ યથાવત્ રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાની 100 મીટરના અંતરમાં કોઈપણ દુકાનદાર કે વ્યક્તિ ગુટખા, તમાકુનું વેચાણ કરી શકશે નહીં. છેલ્લા 3 વર્ષમાં 11 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાનું

નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. નીતિન પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-2011 હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જે હેઠળ કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકું કે નિકોટીનની હાજરી હોવાથી માનવીના સ્વાસ્થ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ વિતરણ પર પ્રતિબંધ માટે નિર્ણય કરેલ છે. આ નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *