જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં શનિવારે પરવાનગી વગર મોહરમ જુલુસ કાઢી રહેલા લોકોને હટાવવા માટે પોલીસને ટીયર ગેસ અને પેલેટ ગનનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનામાં જુલુસમાં સામેલ 19 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કાશ્મીરના બેમિના વિસ્તારમાં શનિવારે કેટલાક લોકો વહીવટીતંત્રની પરવાનગી વગર મોહરમનું જુલુસ કાઢી રહ્યા હતા.
મળેલ અહેવાલ અનુસાર, કેટલાક ઈજાગ્રસ્તોના ચહેરા પર પેલેટ ગનના છરા વાગ્યા હતા. શનિવારે મોહરમનો 9 મો દિવસ હતો કેટલાક લોકોએ વહીવટીતંત્રના નિયમોનું ઉલંઘન કરતા જુલુસ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. એક સાક્ષીએ જણાવ્યુ હતું કે, જેવુ જુલુસ ખુમૈની ચોક પહોંચ્યુ ત્યાં અથડામણ શરૂ થઈ ગઈ હતી. જે બાદ પોલીસે જુલુસને રોકવા માટે ટીયર ગેસ અને પેલેટ ગનનો ઉપયોગ કર્યો.
નાલેલ અહેવાલ અનુસાર શ્રીનગરના બીજા વિસ્તારમાં પણ આ રીતે અથડામણના સમાચાર મળ્યા હતા. શિયા બહુલ શાલીમાર વિસ્તારમાં ભીડને દૂર કરવા માટે પોલીસને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.
શુક્રવારે પણ મોહરમનું માતમ મનાવતા લોકોને પોલીસે કેટલાક સ્થળો પર રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે 8 સ્ટેશનો અંદર આવનાર પોલીસ સ્ટેશનોમાં કલમ 144 લાગુ કરી દીધી હતી.