રાજકોટમાં આલ્ફા પ્લસ કોમ્પલેક્ષમાં વિદેશના લોકો પાસેથી પૈસા પડાવતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરના આલ્ફા પ્લસ કોમ્પલેક્ષમાં પોલીસે દરોડો પાડી કોલ સેન્ટર ચલાવતી યુવતી સહિત 10 લોકોને ઝડપી પાડ્યા.આ ગેંગના માણસો અમેરિકા અને કેનેડાના લોકોને મેસેજ મોકલીને પૈસા પડાવતા હોવાનું બહાર આવ્યું હતું.
150 ફૂટ રીંગ રોડ પર રૈયાટેલિફોન એક્ષચેંજ પાસે આલ્ફા પ્લસ કોમ્પલેક્ષના આઠમાં માળે કોલ સેન્ટર ચાલતું હોવાની બાતમી મળતાં ક્રાઇમબ્રાંચનો કાફલો દોડી ઘટના સ્થળ પર ગયો હતો.પોલીસે ત્યાંથી 10 કોમ્પ્યુટર સાથે એક યુવતી સહિત બીજા દશ શખ્સોને જડપી લીધા હતા.પોલીસે તેમની પૂછપરછ કરતાં પુછપરછ કરતાં છળકપટ આંતરરાષ્ટ્રિય નેટવર્કનો પર્દાફાશ થયો હતો. પોલીસે જણાવ્યુ કે આ ગેંગ જોડે ખાસ સોફ્ટવેરના આધારે અમેરિકા અને કેનેડાના લોકોને મેસેજ મોકલવામાં આવતો હતો, વિદેશી માણસોને મેસેજમાં લખીને તમે ડ્રગ્સમાં ફસાયા છો, તમે ગેરપ્રવૃતિ કરોછો, તમારી લોન અટકી છે તો અમે કરાવી આપશુ.
લોકોને મેસેજ મળ્યા બાદ જે વિદેશી નાગરિક ફોન કરે તેની સાથે રાજકોટમાં બેઠેલા ગેંગના માણસો ઇંગ્લિશમાં વાત કરીને લોકોને ફસાવી દેવાની ધમકી આપીને પૈસાની માગણી કરતાં. આ ગેંગે ઘણા વિદેશી લોકો જોડેથી પૈસા પડાવી લીધા અને કેટલા લોકો ફસાયા હતા એ અંગેની કાર્યવાહી પોલિસ કરી રહી છે.