ખાદ્ય અને આપૂર્તિ વિભાગે રાશનકાર્ડ ગ્રાહકો માટે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

દેશના અલગ અલગ રાજ્યમાંથી રાશનકાર્ડ પર અનાજ ન મળવાની અથવા તો ઓછું મળવાની ફરિયાદો આવી રહી છે. આ સમસ્યાથી રાહત મેળવવા ખાદ્ય અને આપૂર્તિ વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. રાશન કાર્ડ ધારકો અહીં ફરિયાદ કરી શકે છે. ફરિયાદ મળતા તરત જ કાર્યવાહી કરાશે.

કોરોના મહામારીમાં કેન્દ્ર સરકારે લોકડાઉન પછી આત્મનિર્ભર ભારત અભિયાન યોજનાના આધારે પ્રવાસી શ્રમિકોને અનાજ વિતરણ કરવાનું નક્કી કર્યું છે. આ સમયે રાશનકાર્ડ ડીલર દ્વારા ઓછું અનાજ આપવાની ફરિયાદો આવી છે. જો કોઈ રાશનકાર્ડ ધારક ગ્રાહકને ફ્રીમાં અનાજ મેળવવામાં તકલીફ પડી રહી છે તો તેઓ તેની ફરિયાદ જિલ્લા ખાદ્ય અને પૂર્તિ નિયંત્રણ કચેરીમાં કે પછી રાજ્ય ઉપભોક્તા સહાયતા કેન્દ્ર પર કરી શકે છે.

સરકારે ટોલ ફ્રી નંબર 1800-180-2087, 1800-212-5512 અને 1967 જાહેર કર્યા છે. રાશન કાર્ડ ગ્રાહક અહીં ફરિયાદ કરી શકે છે. આ રાજ્ય સરકારોએ અલગથી હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *