અમેરિકાના અલાબામા રાજ્યમાં એક ફૂટબોલ મેચ દરમિયાન ધડાધડ ફાયરીંગ થયું છે. શુક્રવારે રાત્રે હાઇસ્કૂલ ફૂટબોલ મેચ દરમિયાન અંધાધૂંધ ગોળીઓ વરસવા લાગી. આ સમગ્ર ઘટનામાં લગભગ ચાર લોકો ઘાયલ થયા છે, મેદાન પર થયેલી નાસભાગનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ચાર ઘાયલોમાંથી બે સગીર છે. ત્રણ પુરુષો અને એક મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એક ની હાલત ગંભીર છે. આ હાઈસ્કૂલ ફૂટબોલ લીગ મેચ વિલિયમસન હાઈસ્કૂલ, વોયેજર હાઈસ્કૂલ વચ્ચે રમાઈ રહી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ફાયરિંગ મેદાન કે સ્ટેન્ડ પર નહી પરંતુ આ ગોળીઓ સ્ટેડિયમના પશ્ચિમ રેમ્પમાં ચાલી હતી જેના અવાજથી મેદાનમાં નાસભાગ મચી હતી. પોલીસનું કહેવું છે કે લગભગ સાત ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાંથી ચાર શેલ પણ મળી આવ્યા છે. અત્યાર સુધી માત્ર એક શૂટર શંકાસ્પદ છે. પરંતુ ઘણા લોકો આમાં સામેલ હોવાની આશંકા છે. જ્યારે ગોળીબારનો અવાજ આવી રહ્યો હતો, ત્યારે ખેલાડીઓ મેદાન પર સૂઈ ગયા અને પોતાનો જીવ બચાવવા લાગ્યા. તરત જ સુરક્ષા કર્મચારીઓ ખેલાડીઓને મેદાનની બહાર લઈ ગયા, લોકોને પણ બહાર કાઢવામાં આવ્યા. સ્ટેડિયમમાં નાસભાગ મચી ગઈ હતી