પુણે-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર મોટો અકસ્માત

સોમવારે સવારે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બોરઘાટ નજીક છ વાહનો એકબીજા સાથે ખરાબ રીતે અથડાયા હતા. ત્રણ કાર, એક ખાનગી બસ, એક ટેમ્પો અને એક ટ્રેલર અકસ્માતમાં એકસાથે ટકરાયાં હતા. અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સોમવારે સવારે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બોરઘાટ નજીક છ વાહનો એકબીજા સાથે ખરાબ રીતે અથડાયા હતા. ત્રણ કાર, એક ખાનગી બસ, એક ટેમ્પો અને એક ટ્રેલર અકસ્માતમાં એકસાથે ટકરાયાં હતા. અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં બેની હાલત ગંભીર છે. માહિતી મુજબ મરઘીથી ભરેલી ટ્રક સાથે પહેલા એક કાર અથડાઈ હતી. આ પછી પાછળથી આવતા હાઇ સ્પીડ ટ્રેલર કાર સાથે અથડાયું હતું. જેના કારણે કાર સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ થઈ ગઈ હતી. હાલમાં કારમાં સવાર લોકોના મૃતદેહ બહાર કાઢી શકાયા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *