તાઈવાનમાં ગુરુવારે 13 માળની ઈમારતમાં ભીષણ આગ લાગતાં 46 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 50 લોકો દાઝી ગયા છે. કાઉશુંગ શહેરના ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ વહેલી સવારે 3 વાગ્યે લાગી હતી. જોકે આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે તેમણે વહેલી સવારે એક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ફાઈટર વિભાગના પ્રમુખે પત્રકારોને જણાવ્યું કે 11 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયાં હતાં. ફાયર ટીમ હાલ બચાવ અભિયાનમાં લાગી છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગ ખૂબ જ ભીષણ હતી અને ઈમારતના ઘણા માળ આગમાં ખાખ થઈ ગયા. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઈમારત 40 વર્ષ જુની હતી, જેના નીચેના માળે દુકાનો અને ઉપર એપાર્ટમેન્ટ હતા. જોકે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.