આર્યન જેલની કેન્ટીનનું ભોજન લઈ શકે તે માટે શાહરૂખે રૂા.4500નું મની ઓર્ડર કર્યું

ક્રૂઝમાં ડ્રગ્સ મામલે હાલ જેલમાં રહેલા બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યનને જેલનું ખાવાનું ખાવું પડશે, જે અન્ય કેદીઓને આપવામાં આવે છે. જો આર્યનને જેલનું ખાવાનું પસંદ ન આવે તો તે જેલની કેન્ટીનનું ખાવાનું લઈ શકે છે અને આર્યન જેલની કેન્ટીનનું ખાવાનું લઈ શકે તે માટે જેલના નિયમ મુજબ પિતા શાહરૂખ ખાને રૂા.4500નું મની ઓર્ડર કર્યું છે. અહેવાલો મુજબ આર્યન જેલનું ખાવાનું નતી લઈ રહ્યો પણ જેલની કેન્ટીનનું ખાવાનું લઈ શકે તે માટે શાહરૂખ ખાને પોતાના લાડલા માટે રૂા.4500નું મની ઓર્ડર કર્યું છે. જેલમાં આર્યને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નથી મળી રહી. કોર્ટના સખ્ત નિર્દેશો મુજબ તેને બહારથી ખાવાનું નથી અપાતું. અલબત, આર્યનને જેલનો યુનિફોર્મ નથી અપાયો તે ઘરના કપડામાં જ રહે છે. આર્યન ખાને જેલમાં વીડિયો કોલથી મમ્મી ગૌરી ખાન અને પપ્પા શાહરૂખ ખાન સાથે વાત કરી હતી. જેલના નિયમ મુજબ આર્યનને 10 મિનિટ સુધી વીડિયો કોલમાં વાત કરવાની છૂટ અપાઈ તે દરમિયાન આર્યન રોઈ પડયો હતો. આટલા દિવસો બાદ પુત્ર સાથે વાત કરવા મળતા માતા ગૌરીની આંખોમાં પણ આંસુ છલકાયા હતા. જયારથી આર્યન ખાનની ધરપકડ થઈ છે ત્યારથી શાહરૂખ-ગૌરી ખાનની ઉંઘ હરામ થઈ ગઈ છે. પરિવારના એક મિત્રે જણાવ્યુ હતું કે દીકરો છુટી જાય તે માટે માતા ગૌરી ખાને માનતા માની છે તે નવરાત્રી દરમિયાન ગળ્યું મીઠાઈથી દૂર રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *