અમદાવાદના મણિનગર જવાહર ચોક ચાર રસ્તા પર અમદાવાદ થી નડિયાદ જતી ST બસ નીચે એકસેસ એકટિવા ચાલક અડફેટે આવી જતા ગંભીર ઇજાઓ પહોચી હતી. આ ઘટના એટલી ગંભીર હતી કે એક્ટિવા ચાલક નીચે આવી ગયો હતો. જો કે બસના ડ્રાઇવરની સજાગતાને એક્ટિવા ચાલક બચી ગયો હતો. પરંતુ તેને ગંભીર પ્રકારની ઇજા પહોચતા સ્થાનિક લોકોએ બહાર કાઢીને ૧૦૮ મા એલ જી હોસ્પિટલ બચાવ માટે ખસેડયો હતો. આ ઘટનાને પગલે ચાર રસ્તા પર ટાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે ઈશનપુર -મણિનગર પોલિસનો કાફલો દોડી આવીને ટાફિઁકને ખુલ્લો કયોઁ હતો. ચાર રસ્તા પર ના CCTV કેમેરા મા આ ઘટના કેદ થઈ હોવાની વાતને લઈ ટાફિઁક વિભાગે તપાસ શરૂ કરી છે.