ઉપરવાસમાં વરસાદને કારણે તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી 7000 કરોડ લીટર ક્યુસેક પાણી છોડાયુ છે. સુરત શહેર જિલ્લામાં પણ વરસાદને પગલે શહેરમાંથી પસાર થતી ખાડીના જળસ્તરમાં સતત વધારો છે. ભેદવાડ ખાડી તેના ભયજનક સપાટી ૬.૭૫ મીટરથી નજીક ૬.૭૦ મીટરે જળસ્તર પહોંચી. છેલ્લા બે દિવસ માં ઉકાઈ ડેમ માં 7250 કરોડ લીટર પાણી ની આવક થઈ છે.
ખાડીની સપાટી વધતા પાલિકાએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે. મીઠીખાડીની ભયજનક સપાટી 7.25 મીટર છે અને હાલ મીઠીખાડી 7.35 મીટર ઓવરફ્લો થઈ ગઈ છે. આવી જ રીતે સીમાડા ખાડીનું ભયજનક લેવલ-4 મીટર છે. તે હાલ 4.40 મીટર વહી રહી છે. મનપા એ ખાડી નજીક બોટ સહિત રાહત બચાવ કામગીરી ના સાધનો ગોઠવ્યા છે. બીજી તરફ સુરતમાં ખાડીઓ નું જલસ્તર ભયજનક સ્પતિએ પહોંચતા તંત્ર હાઈ એલર્ટ મોડ ઉપર છે. આ કારણોસર મનપાના તમામ કર્મીઓની રજા રદ કરવામાં આવી છે. મનપાના તમામ 8 ઝોન માં 24 બાય 7 કન્ટ્રોલ રૂમ શરૂ કરાયા છે.