વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક Video શેર કર્યો છે જેમાં કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં કિરેન રિજિજુ અરુણાચલ પ્રદેશના એક ગામમાં ગ્રામજનો સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. અરુણાચલ પ્રદેશનો આ પરંપરાગત નૃત્ય વીડિયો જોઈને PM મોદીએ ખુદ તેને શેર કર્યો અને તેની પ્રશંસા કરી. આ વીડિયો અરુણાચલ પ્રદેશનો છે અને સ્થાનિક લોકો સાથે કિરેન રિજિજૂ તેમાં જોવા મળે છે. ખરેખર, આ વીડિયો કિરેન રિજિજુએ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે.
આ વીડિયો શેર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, ‘અમારા કાયદા મંત્રી કિરેન રિજિજુ પણ એક સારા ડાન્સર છે. અરુણાચલ પ્રદેશની જીવંત અને ભવ્ય સંસ્કૃતિ જોઈને આનંદ થયો. આ પછી વીડિયો વાયરલ થયો અને લોકોએ તેના પર ટિપ્પણી કરવાનું શરૂ કર્યું. આ વીડિયો શેર કરીને પીએમ મોદીએ કિરેન રિજિજુને ‘ડિસેન્ટ ડાન્સર’ ગણાવ્યા છે. વીડિયોમાં, રિજિજુ ગ્રામજનો સાથે સફેદ શર્ટ, ટ્રાઉઝર, જેકેટ અને જૂતા પહેરીને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. રિજિજુની સાથે એક મહિલા પણ ટ્રેડિશનલ ડ્રેસમાં ડાન્સ કરતી જોવા મળે છે.