અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા શાહીન વાવાઝોડાના ખતરા સામે રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર સાબદુ બની ગયું છે. વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના પગલે રાજકોટમાં વધારાની બે એનડીઆરએફની ટીમ ફાળવવામાં આવી છે રાજકોટ જિલ્લામાં ૨૫માંથી ૨૨ ડેમ ઓવરફલો થઈ ગયા છે તેમાં ઉપલેટા તાલુકામાં ૩ મોટા ડેમ આવતા હોવાથી આ તમામ ડેમના દરવાજા ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે હાલ જિલ્લામાં કોઈ સ્થળાંતરની જરૃરીયાત નથી આમ છતા સ્થળાંતર માટે તૈયારી હાથ ધરવામાં આવી છે આ માટે સ્કૂલ, સેલ્ટર હાઉસ તૈયાર રાખવામાં આવ્યા છે અને ફૂડપેકેટ પણ તૈયાર કરવામાં આવ્યા છે.