કેન્દ્ર પર આયોજીત યોજનાઓ માટે ભરપૂર સહાયતા મળી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ ગુજરાત સરકારને બખ્ખા થઈ ગયા છે અને ગુજરાતની એજન્સીઓને ત્રણસો પચાસ ટકા વધુ ફંડ મળ્યું છે અને અન્ય રાજ્યો કરતાં સૌથી વધુ ફંડ આપવામાં આવ્યું છે તેવો ધડાકો રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં વિભિન્ન સરકારી યોજનાઓ નું કાર્ય કરતી એજન્સીઓને તેમજ ખાનગી ટ્રસ્ટ અને શૈક્ષણિક સંસ્થાઓ ને ભરપૂર માત્રામાં ફંડ પુરુ પાડવામાં આવ્યું હતું અને 2015 બાદ તેમાં ત્રણસો પચાસ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા નાણાકીય બાબતો અંગેના અહેવાલમાં માહિતી આપવામાં આવી છે. 2014ના ૧લી એપ્રિલથી ભારત સરકારે કેન્દ્ર આયોજીત યોજનાઓ માટે તમામ સહાયતા અને રાજ્ય સરકારોને વધુ કેન્દ્રીય સહાયતા જારી કરવાનો નિર્ણય લીધો હતો.