બોલિવૂડ અભિનેતા ગાડી અક્ષય કુમાર ખૂબ જ વ્યસ્ત રહેતા કલાકારોમાંથી એક છે. અક્ષય કુમાર lockdown સમયે પણ તેની ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત હતા આ ફિલ્મ બેલ બોટમ તાજેતરમાં જ રીલિઝ થઈ હતી. દર્શકોએ આ ફિલ્મને ખૂબ પસંદ કરી હતી. તેવામાં મહારાષ્ટ્ર સરકારે ઘોષણા કરે છે કે ટૂંક સમયમાં રાજ્યમાં ખુલી જવાના છે ત્યારે ચાહકોમાં પણ ઉત્સાહ છે કારણકે તેમને ફરી એકવાર ફિલ્મો જોવાની તક મળશે. મહારાષ્ટ્ર સરકારની આ ઘોષણા બાદ અનેક પ્રોડક્શન હાઉસે તેમની ફિલ્મો રિલીઝ કરવાની ઘોષણા કરી દીધી છે આ યાદીમાં અક્ષય કુમારની સૌથી વધુ ફિલ્મો છે. તેવામાં વધુ એક ફિલ્મની ઘોષણા કરવામાં આવી છે. અક્ષય કુમારની આગામી ફિલ્મની વાત કરીએ તો તેમાં અતરંગી રે, રામસેતુ, રક્ષા બંધન જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ સાથે જ અક્ષય કુમારની સૂર્યવંશી પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.
