જાણો સિદ્ધૂ અને એક્ટ્રેસ વચ્ચે શું છે સંબંધ

નવજોત સિંહ સિદ્ધૂએ થોડાક સમય પહેલા જ ‘ધ કપિલ શર્મા શૉ’ છોડી દીધો હતો, કેમ કે તેમને પોતાની પૉલિટિકલ કેરિયર પર ધ્યાન આપવુ હતુ. આ પછી સિદ્ધૂ પંજાબ પૉલિટિક્સમાં ખુબ એક્ટિવ છે. જોકે, મંગળવારે સિદ્ધૂએ પંજાબ કોંગ્રેસના અધ્યાક્ષ પદ પરથી રાજીનામુ આપી દીધુ. આ વાતને આધાર બનાવીને અને એક્ટ્રેસ અર્ચના પૂરન સિંહ માટે આ ઘટનાની જેમ પ્રેઝનન્ટ કરતા લોકોએ સોશ્યલ મીડિયા પર ખુબ મીમ્સ બનાવ્યા છે. સિદ્ધૂએ રાજીનામુ આપતા સ્પષ્ટ કરી દીધુ કે તે પદ પર નહીં રહે.

પરંતુ પાર્ટી સાથે જોડાયેલો રહેશે. નવજોત સિંહ સિદ્ધૂએ રાજીનામાની જાહેરાત પોતાના ટ્વીટર હેન્ડલથી કરી. તેની આ જાહેરાતના થોડાક કલાકો બાદ જ અર્ચના પૂરન સિંહ ટ્વીટર પર છવાઇ ગઇ. દરેક જગ્યાએ તેનુ જ નામ અને તેના જ મીમ્સ દેખાવવા લાગ્યા. કોઇએ કહ્યું કે સિદ્ધૂના રાજીનામા બાદ સૌથી પહેલા અપસેટ અર્ચના છે. તો કોઇએ કહ્યું કે, હવે તેની કેરિયર સંકટમાં છે. આ રીતના ઘણાબધા મજેદાર મીમ્સ અર્ચનાની ઉપર બનવા લાગ્યા હતા અને હવે અર્ચનાને પણ ધ કપિલ શર્મા શૉમાંથી બહાર થવુ પડી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *