કોરોનાકાળમાં સુરત એરપોર્ટ પરથી મુસાફરોની સંખ્યામાં ઘટાડો જ થઇ રહ્યો છે. બીજી લહેર પહેલા સુરતથી ફ્લાઇટમાં ગોવા જનારાઓની સંખ્યા 10 હજાર હતી જે 50 ટકા ઘટી 5 હજાર થઇ ગઇ છે.
જ્યારે મુંબઇ જનારાઓની સંખ્યા 4 હજારથી 62.5 ટકા ઘટી 1500 થઇ છે. રાજ્યમાં સુરત એરપોર્ટ ખોટ કરવામાં પણ બીજા નંબરે આવી ગયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં ખોટ 51 લાખથી સીધી જ 27 કરોડ પર પહોંચી ગઈ છે. આ વર્ષે ખોટ 45 કરોડને પાર જવાની સંભાવના છે.
એરપોર્ટ સિક્યુરિટીની કરોડોની આવક ઘટી છે. જેની સામે બાંધકામનો ખર્ચ વધી ગયો છે. રૂટ નેવિગેશન ફેકલ્ટી ચાર્જ, પાર્કિંગ, કેન્ટિન ભાડા સહિતની 11 પ્રકારની આવક ઘટી છે. એપ્રિલ કરતા મેમાં 32 હજાર પેસેન્જરો ઘટી ગયા છે. મેમાં 16,170 પેસેન્જરોની અવર જવર નોંધાય હતી.
અને એપ્રિલમાં અનુક્રમે 96,086 અને 43,089 ની અવર જવર નોંધાય હતી. હાલમાં મહિને 25 હજાર પેસેન્જરો દિલ્હી, 5 હજાર પેસેન્જરો ગોવા, બેંગ્લોર અને કોલકાતા તથા બે હજાર જેટલા પેસેન્જરો ચેન્નાઇ, મુંબઇ અને જીયપુર જઈ રહ્યા છે.