પોઝિટિવ કેસનો આંક 143184 પર પહોંચ્યો

સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 143184 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2110 રક સ્થિર થયો છે. ગત રોજ શહેરમાં 21 અને જિલ્લામાં 103 મળી 124 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે.

અત્યાર સુધીમાં કુલ 140465 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે. સુરત શહેર જિલ્લામા કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ગત રોજ કોરોનાના નવા 20 કેસ સામે આવ્યા હતા.શહેરમાં 13 અને જિલ્લામાં નવા 7 કેસ સામે આવ્યા હતા.

શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 609 થઈ ગઈ છે. મ્યુકોરમાઇકોસિસના કેસની સંખ્યામાં ઘટાડો થતાં નવી સિવિલ હોસ્પિટલના 2 વોર્ડ બંધ કરાયા છે અને બે વોર્ડ કાર્યરત છે.

મ્યુકોરમાઇકોસિસના 2 નવા દર્દીઓ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. હાલ સિવિલમાં 57 અને સ્મીમેર હોસ્પિટલમાં 35 દર્દીઓ દાખલ છે. અત્યાર સુધીમાં 423 દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *