ગુજરાતમાં 21 જૂનથી મોટા ઉપાડે શરૂ થયેલા વેક્સિનેશન મહાઅભિયાનનો સાત દિવસમાં જ ફિયાસ્કો થઈ ગયો છે. છેલ્લા સાત દિવસમાં સુરતમાં વેક્સિનેશનમાં 75 ટકાનો ઘટાડો નોંધાયો છે.
જ્યારે રસીકરણ કેન્દ્રો પણ 50 ટકા ઘટાડી દેવામાં આવ્યો છે. વેક્સિનનો જથ્થો ઓછો આવતો હોવાથી રસીકરણ કેન્દ્રો ઘટાડવામાં આવ્યા હોવાથી લોકોને વેક્સિન લેવામાં હાલાકી ભોગવવી પડી રહી છે. 30 જૂન સુધીમાં વેપારીઓ અને દુકાનદારોને વેક્સિન લેવી ફરજીયાત કરવામાં આવી છે.
જોકે, હાલ વેપારીઓ અને દુકાનદારો વેક્સિનનેશન સેન્ટરો પર ધક્કા ખાઈ રહ્યા છે.
નજીકમાં આવેલા મોટાભાગના સેન્ટરો પર તાળાં લાગેલા છે અથવા તો વેક્સિન ન હોવાથી સેન્ટચર બંધ હોવોના બોર્ડ લાગ્યા છે. જેથી વેપારી અને દુકાનદારોમાં વેક્સિનને લઈને મૂંઝવણ જોવા મળી રહી છે.
વેક્સિનેશન મહાઅભિયાનમાં 84 દિવસ ઉપર થઈ જતાં હેલ્થ કેર-ફ્રન્ટ લાઈન વર્કરો-સિનિયર સિટીઝન્સને બીજો ડોઝ આપવાની આવશ્યકતા ઉભી થઈ છે પરંતુ સરકાર દ્વારા વેક્સિનનો ડોઝ ઓછો સપ્લાય થઈ રહ્યો છે.
ગત રોજ માંડ 13,153ને જ રસી મુકાઈ છે તેમાં સૌથી વધુ રાંદેર ઝોનમાં 1097 તો સેન્ટ્રલ ઝોનમાં માંડ 590ને જ રસી મુકાઈ છે. આજે પણ 20થી 21 હજાર જ ડોઝ અપાશે.