આજે અમે તમારા માટે જાંબુના ઠળિયના ફાયદા લઈને આવ્યા છીએ.
જાંબુના ઠળિયા દવાથી ઓછા નથી. આયુર્વેદ મુજબ ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ શ્રેષ્ઠ દવા છે.
જાણીતા આયુર્વેદના ડૉકટર. અબરાર મુલ્તાનીના મતે, જાંબુના ઠળિયાને સૂકવીને પાવડર બનાવવામાં આવે છે.
આ પાવડરને ખાલી પેટ લેવાથી ડાયાબિટીઝ જેવા રોગોમાં અપાર લાભ મળે છે.
આને કારણે, સુગર નિયંત્રણમાં રહે છે અને તમે તમારા જીવનનો સંપૂર્ણ આનંદ માણી શકો છો..
આ રીતે કરો જાંબુના ઠળિયાનું સેવન:
1- જાંબુના ઠળિયાનો પાવડર બનાવવો આસાન છે
2- જાંબુ ખાધા પછી તેના ઠળિયાને ધોઈ નાખો
3- ધોઈને ઠળિયા ધોઈને સૂકવો
4- ઠળિયા સુકાયા બાદ ઠળિયાને તોડી નાંખો
5- ઠળિયા તોડીને મિક્ષરમાં પાવડર બનાવો
6- પાવડરનું સેવન રોજે સવારે ભૂખ્યા પેટે કરો
પથરીના દર્દી માટે લાભદાયી:
પાકેલા જાંબું પથરીના દર્દી માટે લાભદાયી છે.
જાબુંન ઠળિયાના પાવડરનું સેવન દહીં સાથે કરવું જોઈએ.
જાંબુના સેવનથી લીવર સ્વસ્થ થાય છે…
ખીલની સમસ્યાથી રાહત:
ડોક્ટર અબરાર મુલ્તાની કહે છે કે જો તમને ભૂખ ન લાગે તો જામુનનું સેવન ફાયદાકારક છે.
ખીલની સમસ્યા હોય તો જાંબુના ઠળિયાને સુકવીને પીસી લો.
આ પાવડરને દૂધની સાથે મિક્સ કરીને ખીલ પર લગાવો.
અને સવારે ઠંડા પાણીથી મોં ધોઈ નાંખો.
જાંબુનું સેવન યોનીમાર્ગના પીએચને નિયંત્રિત કરે છે.
જાંબુના ઠળિયાથી લુકોરિયા અને અન્ય રોગોમાં પણ લાભ થાય છે