તલ નાં તેલ નાં અન્ય ઔષધ – પ્રયોગો જોઈએ

આજ કાલ આપણે રોજિંદા ખોરાક માં મગફળી કે કપાસિયા નું તેલ વાપરીએ છીએ,

પણ આજ થી 40-50 વષૅ પહેલાં બધે જ તલ ના તેલ ની બોલબાલા હતી.

સમય જતાં જેમ અસલ ઘી ની જગ્યા ડાલડા ઘી એ લીધી, તેમ તલ નાં તેલ નું સ્થાન મગફળી અને બીજા ટેલો એ પડાવી લીધું.

આયુર્વેદ વિજ્ઞાન મુજબ તલનું તેલ બેસ્ટ છે, ઘણીવાર સ્ત્રી ઓ માથા નું કેશ તેલ બનાવવા મગફળી નું તેલ લે છે

પણ તલ નું તેલ લે તો પરિણામો વધુ ઉમદા આવશે, તલ નાં તેલ માં ચીજ વસ્તુઓ તળવા થી તેલ મા ઉભરો આવે છે.

જ્યારે મગફળી નાં તેલ માં ઉભરો આવતો નથી.

જેથી મોટા ભાગે બહેનો તળવામાં તલ નું તેલ નથી વાપરતા પરંતુ પરંતુ રોટલી ભાખરી નાં મોન માં તલ નું તેલ વાપરે છે.

ઘી કરતા પણ તેલ વધુ લાંબા સમય સુધી સારું રહે છે.

જ્યારે તેલ માં ખોરી વાસ આવે છે અને તે બેસ્વાદ લાગે છે.

તેમજ વધુ પડતું ચીકણું ઘટ્ટ બની જાય ત્યારે તે ખાવા કે વાપરવા યોગ્ય ન સમજવું.

તેલ જેટલું તાજુ તેમ ખાવા માં તથા દવામાં વધુ ગુણકારી જાણવું.

તલ નું તેલ ખાવા કરતા માલીશ કરવાથી આઠ ગણો ફાયદો કરે છે.

તલ નું તેલ મેદસ્વી લોકો ને પાતળા કરે છે. અને દુબળા પાતળા ને જાડા અને હુષ્ટ – પુષ્ટ કરે છે.

કફપ્રધાન પુરૂષો નાં વીર્ય માં જંતુઓ ઉત્પન્ન ન થતાં હોય કે સુક્રણું ઓ ની સંખ્યા સંતાન ઉત્પન્ન કરી શકે તેટલી ન હોય, તેમણે ખોરાક માં બીજાં તેલો બંધ કરી તલ નું તેલ ૧-૨. વર્ષ વાપરી જોવું.

તલ નાં તેલ નાં અન્ય ઔષધ – પ્રયોગો જોઈએ તો.

(૧) દાઝી જવું – તલ નું તેલ અને ચૂનાનું નીતર્યું પાણી બંને એક શીશી માં સરખે ભાગે લઇ, ખુબ જ હલાવવાથી, તૈયાર થતાં સફેદ લોશન ને મોસીછાં વડે દાઝયા પર વારં- વાર લગાડવાથી ઠંડક થાય છે.

નેં રૂઝ આવે છે.

(૨) દાંત ખરવા કે હલવા – તલનું તાજું તેલ હથેળી માં લઇ આંગળી વડે હલતા પેઢાં પર હળવે હાથે રોજ ઘસવું અથવા તો તેલ મોમાં થોડીવાર ભરી રાખીને કોગળા કરી નાખો,

વારં – વાર તેમ કરવાથી તકલીફ દૂર થઈ જશે.

(૩) દાંત અંબાઈ જવા – તલ નાં તેલ માં વાટેલું બારીક મી નાખી,

તે અંબાઈ જતાં દાંત ઉપર આંગળી વડે રોજ સવાર – સાંજ ઘસવાથી તકલીફ મટશે.

(૪) શરદી થી નાક બંધ થઈ જવું – તલના તેલ માં અજમો તથા મરી પ્રમાણસર નાખી, ગરમ કરીને ગાળી લો, તે તેલ નાં નાક માં ટીપા નાખવાથી શરદી થી બંધ થઇ જતું નાક ખૂલી જાય છે.

(૫) પગ નાં વાઢિયા – ચીરા – તલ નું તેલ, દીવેલ તથા કોકમ નું તેલ ત્રણેય સરખે ભાગે લઇ, સાથે ગરમ કરી, શીશી ભરી લો. હાથ – પગ નાં ચીરા – વાઢિયા પર માલીશ કરવાથી ચોક્કસ લાભ થશે.

(૬) વાયુ નાં દર્દી – તલ નાં તેલ માં થોડો અજમો નાખી ગરમ કરવાથી કેડનોં દુખાવો, આમવાત, સંધિવાત, લકવો જેવા વા નાં રોગો મટે છે.

(૭) કર્ણશુલ- તલ નાં તેલ માં લસણ ની ફોલેલી કળી નાખી ક્કડાવી લેવું તે તેલ ગરમ હોય ત્યારે કાન માં ટીપા પાડવાથી કાનના સણકા તથા કાનમાં ગયેલ જંતુ ની પીડા મટે છે.

(૮). વાગવું – મૂઢ માર, અંગ કચડાવું, કે જખમ પડી લોહી નીકળતું હોય ત્યારે તાજુ તલ નું તેલ ચોપડવું કે તેનો પાટો બાંધવો.

(૯). પિત્ત નાં ફોલ્લા – પિત્ત નાં દોષ થી શરીર પર ઉડેલા ફોલ્લા ઉપર સાપની કાંચળી બાળી, તલના તેલ માં તેની ભસ્મ કાલવી ને ચોપડવાથી લાભ થાય છે.

(૧૦). હડકવા – હડકાયા કૂતરા નાં કરડવાથી થયેલ હડકવા માં તલ નું. તેલ, ખાંડેલા તેલ, ગોળ અને આંકડા નું દૂધ એકઠા કરી દર્દી ને પાવાથી હડકવા માં લાભ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *