અંકલેશ્વર: ડેપ્યુટી સીએમ નિતિન પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો || starnews7 || 18-06-21

અંકલેશ્વરના સુરવાડી ફાટક ખાતે દરરોજ અટવાય જતાં વાહનચાલકો માટે ગુરૂવારનો દિવસ સુખદ સમાચાર લઇને આવ્યો હતો. સુરવાડી ફાટક પર બનેલાં ફલાયઓવર બ્રિજને ડેપ્યુટી સીએમ નિતિન પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નિતિન પટેલે નર્મદા નદી પર બનેલાં નવા બ્રિજને પણ ટુંક સમયમાં ખુલ્લો મુકવાની જાહેરાત કરી છે.અંકલેશ્વર શહેરમાં આવવા તથા જવા માટે વાહનચાલકોને સુરવાડી ફાટકનો ઉપયોગ કરવો પડતો હોય છે પણ આ રૂટ પર ટ્રેનોની સંખ્યા વધારે હોવાના કારણે વાહનચાલકોને ફાટક બંધ હોય ત્યારે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડતું હતું.

આ સમસ્યાના નિરાકરણ માટે સુરવાડી ફાટક તથા ગડખોલ પાટીયા પાસે ફલાયઓવર બનાવવાની કામગીરી આજથી પાંચ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ નર્મદા મૈયા બ્રિજ પર તૈયાર થઇ ગયો હોવાથી તેનું લોકાર્પણ કરવાની ચીમકી કોંગ્રેસે આપી છે. રાજય સરકારે આજે ગુરૂવારે તાબડતોડ સુરવાડી ફાટક પર બનેલાં ઓવરબ્રિજનું લોકાર્પણ કરી નાંખ્યું છે. આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવતાં ભરૂચથી આવતાં વાહનચાલકો સુરવાડી ફાટકે ઉભા રહયાં સિવાય સીધા અંકલેશ્વર શહેરમાં પહોંચી શકશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *