વાગરા: મગની ટેકાના ભાવે ખરીદી મામલો || starnews7 || 18-06-21

જિલ્લાના ત્રણ તાલુકામાં મગની ટેકાના ભાવ કરતા ઓછા ભાવે ખરીદી કરવામાં આવતા જગતનો તાત કરો યા મરોની સ્થિતિમાં મુકાઈ ગયો છે. જેના વિરોધ માં આજરોજ વાગરા ખાતે હનુમાન ચોકડીથી મામલતદાર કચેરી સુધી ટ્રેકટર રેલી કાઢી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વાગરાના ખેડૂતોએ ટ્રેકટર માર્ચ યોજતા દિલ્લીના ખેડૂત આંદોલનની ઝાંખી કરાવી હતી.

ભરૂચ જિલ્લાના વાગરા, આમોદ, ભરૂચ અને જંબુસર તાલુકામાં મગના સરકારે નક્કી કરેલ ટેકાના ભાવે બજારમાં ખરીદી ન કરાતા અને રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદીનો નિર્ણય નહિ કરતા ધરતીપુત્રોએ આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. વેપારીઓ દ્ધારા ઓછા ભાવે મગની ખરીદી કરાતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે ત્યારે જગતના તાતે રસ્તા પર ઉતરવાની ફરજ પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *