બજેટ પર ચર્ચા સમયે વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે સંગ્રામ

પાકિસ્તાનની સંસદમાં મંગળવારે ખૂબ જ હંગામો, અપશબ્દો અને મારઝૂડનાં દૃશ્યો સર્જાયાં હતાં. સ્થિતિ ત્યાં સુધી બગડી ગઈ હતી કે સાંસદોએ પોતાની જગ્યાએથી ભાગી જવાની નોબત સર્જાઈ હતી.

આ ઘટનામાં એક મહિલા સાંસદ ઈજાગ્રસ્ત થઈ હતી. શુક્રવારે ઈમરાન ખાન સરકારે પોતાનું ત્રીજું બજેટ રજૂ કર્યું હતું. વિપક્ષે આ બજેટને સંપૂર્ણપણે નકારી કાઢ્યું હતું અને ગરીબોવિરોધી જણાવ્યું હતું. મંગળવારે આ અંગે ચર્ચા થવાની હતી, પણ સ્થિતિ ત્યાં સુધી કથળી ગઈ કે ચર્ચા તો દૂર, આ અંગે દરખાસ્ત પણ રજૂ કરી શકાઈ ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *