અમીરાત એરલાઇન્સને 3 દાયકામાં પહેલી વાર રૂ.40500 કરોડનું નુકસાન થયું

મધ્યપૂર્વની સૌથી મોટી અમીરાત એરલાઇન્સે 5.5 બિલિયન ડોલર એટલે કે અંદાજે 40,500 કરોડ રૂપિયાનું ચોખ્ખું નુકસાન કર્યું હોવાની જાહેરાત કરી છે.

કોરોના મહામારીને કારણે મુકવામાં આવેલા પ્રવાસ નિયંત્રણોને કારણે ગયા વર્ષની સરખામણીમાં રેવન્યુમાં પણ 66ટકાનો ઘટાડો નોંધાયો છે. ત્રણ દાયકામાં આ પહેલીવાર દુબઇ સ્થિત આ એરલાઇને નફો કરવાને બદલે નુકશાન કર્યું હોવાની જાહેરાત કરી છે જે દર્શાવે છેકે કોરોના મહામારીની એવિએશન ઉદ્યોગ પર કેવી કારમી અસર પડી છે. એરલાઇનની ઓપરેટિંગ કોસ્ટમાં 46 ટકાનો ઘટાડો થવા છતાં તેની રેવન્યુ ઘટીને 8.4 બિલિયન ડોલર્સ થઇ છે.

ગયા વર્ષે અમીરાત એરલાઇન્સે 288 મિલિયન ડોલર્સનો નફો કર્યો હતો. એરપોર્ટ પર વિવિધ સેવાઓ પુરી પાડવાના બિઝનેસમાં પણ સક્રિય અમીરાત જૂથે કુલ છ અબજ ડોલર્સનું નુકસાન કર્યું છે. લાંબા અંતરના પ્રવાસ માટે જાણીતી સરકારી માલિકીની આ એરલાઇનને દુબઇની સરકારે ગયા વર્ષે 2 બિલિયન ડોલર્સની સહાય કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *