કેન્દ્ર સરકારે 15 જૂનથી સોનાની જ્વેલરી પર ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત કર્યું છે. તમામ જ્વેલર્સ માટે અનિવાર્ય છે કે, તે ફક્ત BIS પ્રમાણિત ઘરેણા જ વેચે. સુરતમાં 2500 જ્વેલર્સ સામે હોલમાર્કિંગ કરતી માત્ર 8 સંસ્થા છે.
જેથી જ્વેલર્સોની મુશ્કેલીમાં વધારો થશે. સરકાર દ્વારા 14, 18 અને 22 કેરેટ માટે આ નિયમ બનાવ્યા છે. પરંતુ સુરતના જ્વેલર્સો પાસે અંદાજે 6 ટન સોનાના દાગીના 12, 16 અને 20 કેરેટમાંથી બનાવેલા પડ્યા છે.
હવે જ્વેલર્સોએ આ દાગીના ફરી તૈયાર કરવા પડશે.
જેને કારણે સુરતના જ્વેલર્સોને અંદાજે 40 કરોડનું નુકસાન જશે. હોલમાર્કિંગ લાગુ થયા બાદ ઘર કે લોકરમાં પડેલા જૂના ઘરેણાંનું શું થશે તે એક પ્રશ્ન છે. તમે કોઈપણ હોલમાર્કિંગ સેન્ટર પર અથવા ઘરેણાં વેચનારને ત્યાં જઈ જૂના ઘરેણાંનું હોલમાર્કિંગ કરાવી શકો છો. જૂના ઘરેણાનું મુલ્ય વધારે રહેશે. બીજું કે હોલમાર્કિંગનો આ નિયમ સોનાના દાગીના વેચનાર જ્વેલર્સ માટે લાગૂ કરાયો છે. ગ્રાહક હોલમાર્ક વગર પણ વેચી શકે છે.