વડોદરામાં હાલ 1770 એક્ટિવ કેસ પૈકી 72 દર્દી ઓક્સિજન અને 49 દર્દી વેન્ટિલેટર પર

વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 71,409 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 622 પર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 69,017 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

વડોદરામાં હાલ 1770 એક્ટિવ કેસ પૈકી 72 દર્દી ઓક્સિજન ઉપર અને 49 દર્દી વેન્ટિલેટર પર છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,409 પોઝિટિવ કેસ નોંધાયા છે.

જે પૈકી પૂર્વ ઝોનમાં 9636, પશ્ચિમ ઝોનમાં 11,796, ઉત્તર ઝોનમાં 11,697, દક્ષિણ ઝોનમાં 11,676 વડોદરા ગ્રામ્યમાં 26,568 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *