જીટીયુ દ્વારા ગત વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓમાં ઓફલાઈન ધોરણે લેવાયેલી પરીક્ષાઓમાં ગેરરીતિ કરતા પકડાયેલા જુદા જુદા કોર્સના 160 વિદ્યાર્થીઓની યુએફએમ કમિટી સમક્ષ સુનાવણી કરવામા આવી હતી.
જેમાંથી 146 વિદ્યાર્થીઓને જુદી જુદી સજા કરવામા આવી છે.જીટીયુની અનફેર મિન્સ (યુએફએમ)કમિટી સમક્ષ ડિગ્રી ઈજનેરી,ડિપ્લોમા ઈજનેરી,એમબીએ-એમસીએ,ફાર્મસી સહિતના વિવિધ કોર્સના 160 વિદ્યાર્થીઓની સુનાવણી રાખવામા આવી હતી.
ત્રણ દિવસ ચાલેલી સુનાવણી બાદ યુએફએમ કમિટી દ્વારા વિદ્યાર્થીઓને તેમની ગેરરીતિની ગંભીરતા બદલ જુદી જુદી સજા કરવામા આવી છે. જેમાં 26 વિદ્યાર્થીઓને જે તે વિષયનું પરિણામ રદ કરવાની લેવલ -1ની સજા કરાઈ છે, 46 વિદ્યાર્થીઓનુ લેવલ-2 હેઠળ તમામ વિષયોનું-એક સેમેસ્ટરનુુ પરિણામ રદ કરાયુ છે. 71 વિદ્યાર્થીઓને ચાલુ વિન્ટર સેમે.ની પરીક્ષાનુ પરિણામ રદ થવા સાથે આગામી સેમ.ની પરીક્ષામાં પણ ન બેસવાની સજા લેવલ3 હેઠળ કરાઈ છે.