ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત થતા પહેલા જ અનેક સોસાયટીઓના મુખ્ય માર્ગો પરની અધૂરી કામગીરીને લઈ લોકો હેરાન પરેશાન છેભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત થતા પહેલા જ અનેક સોસાયટીઓના મુખ્ય માર્ગો પરની અધૂરી કામગીરીને લઈ લોકો હેરાન પરેશાન છે.
ત્યારે શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણનગર-5માં ભૂગર્ભ ગટર લાઇન ઉભરતા માર્ગ પર ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું છે. જેના કારણે સ્થાનિકોમાં નગરપાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચ શહેરમાં ભાજપનું ગઢ ગણાતા નારાયણનગર સોસાયટીમાં જ મહિનાઓથી ગટરનું પાણી ઉભરાતા સ્થાનિકોએ નગરપાલિકાના સત્તાધીશો પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ઉભરાતી ગટરના મુદ્દે અવારનવાર રજુઆત અને અરજી પણ કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી આ મામલે તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે સોસાયટીના લોકોને પોતાની અને બાળકોના સ્વાસ્થ્યની ચિંતા સતાવી રહી છે.