પ્રેમ કરવા વાળાને કોઈ રોકી શકતું નથી. પરિવાર, સમાજ તમામ બંધનો છતાં કપલ એક-બીજાને મળીને રસ્તો શોધી જ કાઢે છે. એવા જ એક કિસ્સામાં એક પરણિત છોકરીએ ટ્રેનના ટોયલેટ સામે પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા. કિસ્સો બિહારના સુલતાન ગંજનો છે.
જ્યાં એક યુવતીએ ચાલતી ટ્રેનમાં પોતાના પ્રેમી સાથે લગ્ન કરી બધાને ચોંકાવી દીધા.કિસ્સો ભિરખુર્દના ઉંધાડિયા ગામનો છે, જતા આશુ કુમાર નામના એક છોકરાનું ગામની અનુ કુમારી સાથે ઘણા વર્ષથી અફેર ચાલી રહ્યું હતું. છોકરીના પરિવાર વાળાને જયારે જાણકારી મળી તો એના ઘર બહાર નીકળવા પર રોક લગાવી દેવામાં આવી.
આ વચ્ચે એપ્રિલમાં ઘરના લોકોએ અનુના લગ્ન કિરણપુર ગામના એક યુવક સાથે કરાવી દીધી. જેના 2 મહિના પછી એક દિવસે તે સાસરેથી ફરાર થઇ પ્રેમીને મળી. પ્રેમી આશુ કુમારએ ચાલતી ટ્રેનમાં ટોયલેટ સામે એની સાથે લગ્ન કર્યા અને માથામાં સિંદૂર ભર્યું.લગ્ન પછી અનુએ પોતાના પતિ સાથે રહેવાથી ઇનકાર કરી દીધો. મોકો મળતા જ બંને ફરાર થઇ ગયા. બંને સુલ્તાનગંજ સ્ટેશન પહોંચી ટ્રેનથી બેંગ્લોર માટે રવાના થઇ ગયા અને આ દરમિયાન અનુના દબાણ પર આશુએ ચાલતી ટ્રેનમાં લગ્ન કરી લીધા. ત્યાર પછી પોતાના પતિને પણ છોડી દીધો. લગ્ન પછી બંનેની ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.