વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 70,964 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 620 પર પહોંચ્યો છે.
ગત રોજ 582 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 67,078 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 3266 એક્ટિવ કેસ પૈકી 102 દર્દી ઓક્સિજન ઉપર અને 71 દર્દી વેન્ટિલેટર પર છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 70,964 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9606, પશ્ચિમ ઝોનમાં 11,666, ઉત્તર ઝોનમાં 11,702, દક્ષિણ ઝોનમાં 11,638 વડોદરા ગ્રામ્યમાં 26,382 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.