આજદિન સુધી તમે હિમમાનવ કે એલિયન વિશે સાંભળ્યું હશે પણ હવે અમે તમને બતાવવા જઇ રહયાં છે રણપ્રદેશમાં વસવાટ કરતાં રહસ્યમયી જીવ અથવા માનવ વિશે…સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના રણમાં વિશાળકાય પગલાંઓ જોવા મળતાં રહસ્યના તાણાવાણા સર્જાયાં છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ પાટડી તાલુકાના રણ વિસ્તારમાં ઓડુ ગામ થી મીંઠાધોડા ગામ વચ્ચે વિશાળ પગલાંઓ જોવા મળતાં અનેક તર્ક વિર્તક થઇ રહયાં છે. સામાન્ય રીતે માણસના બે પગલાં વચ્ચે બે ફુટ જેટલું અંતર હોય છે પણ આ બે પગલાંઓ વચ્ચે 6 ફુટથી વધારેનું અંતર જોવા મળી રહયું છે.દશાડા પાટડી તાલુકામાં આવેલ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા રણમાં ઓડુ અને મીંઠાધોડા સહિત ગામ વચ્ચે આવેલ સફેદ ક્ષાર યુક્ત જમીનમાં જયારે સ્થાનિકોએ રાક્ષસી માનવ જેવા છ ફુટના અંતર જેવા અંદાજે 300 પગલા જેતા કુતુહલ પેદા થયુ હતુ અને આ રહસ્યમય વિરાટ માનવીના ડાબા અને જમણા પગલાઓ વચ્ચે અંતર માપતા છ ફુટનું જોવા મળ્યો હતુ. આ પગલાની દિશા જોતા પુર્વ દિશા તરફથી આવેલ રાક્ષસી માનવ ખારી વિસ્તાર ઓણગી અને રણ તરફ ગયો હોઇ તેવો અંદાજ છે.