સુરત શહેરમાં ફાયર વિભાગ દ્વારા વિવિધ હોસ્પિટલોને ફાયર સેફ્ટીના અભાવે સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે. જોકે, સતત ત્રીજા દિવસે પણ આ કામગીરી થતાં તબીબ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે. આ બીજી લહેર વધુ ઘાતક બનતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. તો સાથે જ રાજ્યની કેટલાઈક હોસ્પિટલોમાં આગ લાગવાની પણ દુર્ઘટના સર્જાઈ હતી, ત્યારે આગની ઘટનામાં અનેક દર્દીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. તેવામાં હવે સુરત શહેર આ પ્રમાણે કોઈ મોટી આગની ઘટના ન સર્જાય તે માટે ફાયર વિભાગ સતર્ક થયું છે.