એક દિવસના વિરામ પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા પ્રાઇસ નોટિફિકેશન આજે એક લિટર પેટ્રોલ 17 પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં 27 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ચાલુ મહિનામાં બાર વખત કરાયેલા ભાવ વધારાને પગલે એક લિટર પેટ્રોલના ભાવમાં કુલ 2.81 રૂપિયા અને ડીઝલના ભાવમાં કુલ 3.34 રૂપિયાનો વધારો થયો છે. આજના ભાવવધારાને પગલે દિલ્હીમાં ડીઝલનો ભાવ 84 રૂપિયાને પાર થઇ ગયો છે જ્યારે મુંબઇમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. આજના ભાવ વધારા પછી દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 93.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 84.07 રૂપિયા થઇ ગયો છે.