GST વળતરની ચુકવણી વધુ 5 વર્ષ સુધી લંબાવવા રાજ્યોની માંગ

જીએસટી પરિષદની બેઠક આશરે 7 માસ જેટલા લાંબા સમયગાળા બાદ યોજાઈ રહી છે. આ બેઠકમાં હંગામો થવાની સંભાવના છે કેમ કે જીએસટી વળતરને જૂન 2022થી આગળ વધુ 5 વર્ષ સુધી ચૂકવવામાં આવે તેવી માંગ કરી શકે છે. રાજ્યો કોરોના સંબંધિત દવાઓનાં સપ્લાય પર લગતા જીએસટી દરમાં કાપ મુકવાની માંગણી મૂકે તેવી સંભાવના છે. કેન્દ્ર સરકારે રાજ્યોને 2.5થી 3 લાખ કરોડ રૂપિયા જીએસટી વળતર તરીકે ચૂકવવા પડી શકે છે. પરંતુ સેસ આઇટમમાં ફક્ત 1 લાખ કરોડ રૂપિયા બજેટમાં અંદાજવામાં આવ્યા હતા. જોકે કેન્દ્ર સરકાર આ બંને માંગ વિરુદ્ધ હોવાનું દેખાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *