તૌકતે વાવાઝોડાના કારણે સરકાર સરકારની સૂચના અને માર્ગદર્શનથી શહેરમાં ગત પાંચ દિવસથી કોરોના રસીકરણ બંધ હતું. આજથી એટલે કે ગુરૂવારથી વિભિન્ન વેક્સીન સેન્ટરો પર કોવિશિલ્ડ અને કોવેક્સીનનું રસીકરણ કરવામાં આવશે. શહેરમાં કોરોના રસીકરણનું અભિયાન શરૂઆતમાં જોરશોર ચાલ્યું પરંતુ વેક્સીનની અછતના લીધે થોડા દિવસોથી યુવાને ઓછી સંખ્યામાં રસી લગાવવામાં આવી રહી છે. 1 મેના રોજ સરકારે 18થી 44 વર્ષના વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવતાં યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.