કુંભ મેળામાંથી પરત રાજકોટ આવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. રાજકોટ રેલવે જંકશન પર આજે સવારે હરિદ્વારથી આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જેમાં આજે રાજકોટ આવેલા 80 મુસાફરોના કોરોના ટેસ્ટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતા 13 મુસાફરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જે તમામને આઇસોલેટ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. આ 13 મુસાફરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા તેમની ડિટેઇલ મેળવી તમામ મુસાફરોને આઇસોલેટ કરવા કામગીરી હાથ ધરી હતી. કોરોનાની સ્થિતિ અને એના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતીમાં બેઠક કુંભમાં ગયેલા એક પણ વ્યક્તિને સીધી રીતે પ્રવેશ આપવામાં આવશે નહીં તમામ મુસાફરોના ટેસ્ટ કરી આઇસોલેટ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે RT-PCRના બદલે આજે રાજકોટ રેલવે સ્ટેશન પર એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.